Web Analytics

Hanuman Chalisa Lyrics In Gujarati

મહાન હનુમાન ચાલીસા પઠન – ફાયદા અને મહત્ત્વ

હનુમાન ચાલીસાનું પઠન

“ચાલીસા”, “ચાલીસ” પરથી ઉતરી આવેલો શબ્દ છે. ચાલીસા ભગવાનની સ્તુતિ અને ભક્તિ માટે ગાવામાં આવેલી 40 પંક્તિઓ છે, જેમાં તેમના કાર્યો અને પ્રસંગોનું સ્મરણ કર્યું છે જે તેમને આટલા મહાન બનાવે છે.

હનુમાન ચાલીસાને તુલસીદાસ દ્વારા ખૂબ જ સુંદર રીતે શબ્દોમાં અભિવ્યક્ત કરવામાં આવી છે.

હનુમાન ચાલીસાની આરતી

ભગવાન હનુમાન શક્તિ, સર્વોચ્ચ સમર્પણ ભાવ અને સુરક્ષાના પ્રતીક છે. તેમની વિશેષપણે મંગળવાર અને શનિવારના દિવસે પૂજા-અર્ચના કરવામાં આવે છે અને હંમેશા તેમને દુષ્ટ શક્તિઓથી સુરક્ષા પ્રદાન કરતાં ભગવાન માનવામાં આવે છે. ભગવાન હનુમાનની પ્રશંસામાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે અને આ રીતે આપણે તેમનામાં સર્વોચ્ચ આસ્થા ધરાવી શકીએ છીએ. તેઓ આપણને અન્યના કલ્યાણ માટે અને સત્યના રક્ષણ માટે જીવવાનું સ્મરણ કરાવે છે.

રામાયણમાં હનુમાન

રામાયણમાં તમામ પાત્રોની અંદર આપણને સૌથી વિનમ્ર અને શક્તિશાળી ભગવાન હનુમાનનું પાત્ર જોવા મળે છે, જે થોડા સમય માટે પોતાની શક્તિઓ ભૂલી જાય છે. આ હિંદુ દંતકથા આ પાત્ર મારફતે આપણે માનવ તરીકે કેવી રીતે અવાર-નવાર આપણે પોતાની ક્ષમતાઓ પ્રત્યે અજાણ હોઇએ છે તે વાતનું સૂચન કરે છે. આપણે આપણી અંદર જોઇએ છીએ અને જીવનના પ્રયોગો મારફતે આપણી વાસ્તવિક ક્ષમતા શોધી શકીએ છીએ.

હનુમાન ચાલીસાનું પઠન

હનુમાન ચાલીસાની સ્તુતિ ઇન્ટરનેટની સાથે સાથે પવિત્ર ગ્રંથોના સ્વરૂપમાં સરળતાથી ઉપલબ્ધ છે. હનુમાન ચાલીસાનું પઠન સંપૂર્ણ સમર્પણ ભાવ, દુન્વયી પ્રેમ અને હૃદયની એકરૂપતા સાથે કરવું જોઇએ. તમે સવારમાં સ્નાન કરીને અને મંદિર (અથવા તમારું પૂજાનું સ્થાન)ની સાફ કરીને તેના પ્રત્યે તમારું સન્માન દર્શાવીને પ્રાર્થનાની શરૂઆત કરી શકો છો. ત્યારપછી ભગવાન પ્રત્યે તમારો પ્રેમ અને સમર્પણ દર્શાવવા શુદ્ધ મન સાથે બે હાથ જોડીને બેસી જાઓ.

હિંદુ ધર્મ એ જીવન જીવવાની રીત છે. આપણા સમગ્ર દિવસ દરમિયાન આ ભાવના વણાયેલી હોય છે અને અન્ય લોકો ભલે આપણાં પ્રત્યે તેમનુ શ્રેષ્ઠ પ્રદાન ન કરી શકે તેમ છતાં આપણે અન્યનું સન્માન અને રક્ષણ કરવાનું વચન આપીએ છીએ. આમ આપણી પ્રાર્થના માત્ર હનુમાન ચાલીસા સાથે જ સમાપ્ત થતી નથી.

તે પોતાની હનુમાન ચાલીસા માટે જાણિતા છે. હનુમાન ચાલીસા ગાવામાં તેમનો અવાજ  તેમની ઓળખ છે. જો તમે હનુમાન ચાલીસાની રેકોર્ડ કરેલી આવૃતિ સાંભળવા ઇચ્છતાં હોવ તો તમે હંમેશા ગુલશન કુમારે ગાયેલી હનુમાન ચાલીસા સાંભળી શકો છો.

હનુમાન ચાલીસા તમામ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ જ કારણ છે કે હિંદુત્વ સમાવેશીતા અને એક્તાનો પર્યાય છે.

મંગળવારે ભગવાન હનુમાનનો ઉપવાસ

મંગળવારને ભગવાન હનુમાનનો દિવસ માનવામાં આવે છે અને પોતાના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરતાં અનેક લોકો તેમના પ્રત્યે ભક્તિભાવ દર્શાવવા માટે આ દિવસે ઉપવાસ કરે છે.

લોકો સામાન્ય રીતે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ઉપવાસ કરે છે. તમારે સવારે વહેલા ઉઠવું જોઇએ અને સ્નાન કર્યા પછી ભગવાન ગણેશ અને હનુમાનની પૂજા-અર્ચના કરીને દિવસની શરૂઆત કરવી જોઇએ. લાલ રંગના વસ્ત્રો ધારણ કરીને અને પ્રાર્થના દરમિયાન લાલ ફૂલો ચઢાવીને આ દિવસે વિશેષ પૂજા કરી શકાય છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાન પોતાના તમામ ભક્તોને દુઃખમાંથી મુક્ત કરે છે અને વધારે સારે જીવન માટે તેમને માર્ગદર્શન પૂરું પાડે છે.

હનુમાન ચાલીસાના લાભો

હનુમાન ચાલીસા આપણે આસ્થા રાખવા, સારા ભક્ત બનવા અને પોતાનામાં વિશ્વાસ રાખવાની શીખ પૂરી પાડે છે. જો જીવનમાં મુશ્કેલી આવે તો તમે હંમેશા તમારી સામે આવી પડેલી મુશ્કેલીઓનો સામનો કરવા પોતાનામાં વિશ્વાસ ધરાવી શકો છો અને એક સારી વ્યક્તિમાં પરિવર્તિત થઇ શકો છો, જે પોતાની ક્ષમતાઓ વિશે વધારે જાગૃત હોય છે. ભગવાન હનુમાન આપણે સામેની કોઇપણ વ્યક્તિના સ્વરૂપ, જાતિ, દેશ અથવા અન્ય કોઇપણ બાબતને ધ્યાનમાં લીધા વગર સન્માન કરવાની અને આપણને સર્વવ્યાપી ઇશ્વર સાથે એકરૂપતા કેળવવા અને તેમનો ભાગ બની જવાની શીખ પૂરી પાડે છે.

અલગ-અલગ ભારતીય ભાષાઓમાં આ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Check Hanuman Chalisa in Other Indian Languages

Hanuman Chalsa Lyrics in Hindi PDF Download
Hanuman Chalisa Lyrics in Kannada PDF Download
Hanuman Chalisa Lyrics in English PDF Download
Hanuman Chalisa Lyrics in Telugu PDF Download
Hanuman Chalisa Lyrics in Gujarati PDF Download
Hanuman Chalisa Lyrics in Bengali PDF Download
Hanuman Chalisa Lyrics in Marathi PDF Download
Hanuman Chalisa Lyrics in Malayalam PDF Download
Hanuman Chalisa Lyrics in Tamil PDF Download